Gujarat

ગુજરાત રાજ્યની તમામ પ્રા.શાળામાં એકાઉન્ટ કમ કલાર્ક તથા પ્યુન કમ સફાઇ કર્મચારીની ભરતી કરો…

ઊના – ઊના તાલુકાની પ્રા.શાળામાં એકાઉન્ટ કમ કલાર્ક તથા પ્યુન કમ સફાઇ કર્મચારીની કાયમી ભરતી કરવામાં આવે તેવી જાગ્રૃત નાગરીક દ્રારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી રજુઆત કરી માંગ કરેલ છે.

ગુજરાત રાજ્યની તમામ પ્રા.શાળામાં એકાઉન્ટ કમ કલાર્ક તથા પ્યુન કમ સફાઇ કર્મચારીની ભરતી કરવામાં આવે જેથી એકાઉન્ટ ક્રમ કલાર્કની ભરતીથી શાળાના તમામ વહીવટી અને ઓફીસવર્ક થી શિક્ષક પોતે સ્વતંત્ર રહી બાળકોને શિક્ષણમાં વધુ સમય આપી શકે. અને પ્યુન ક્રમ સફાઇ કર્મચારીની નિમણુંક કરવી ખુબજ જરૂરી છે. જેના કારણે ભારત સરકારનું સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી શકાય અમુક શાળામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. તો અમુક શાળામાં બાળકો પાસે સફાઇ કરાવામાં આવતી હોવાની ફરીયાદો વાલીઓમાં ઉઠવા પામેલ સાથે એકાઉન્ટ ક્રમ કલાર્કની પણ ખૂબજ જરૂરીયાત  હોય શાળામાં અનેક પ્રકારની ગ્રાન્ટ આવે છે જેનો કુશળતા પૂર્વક હિશાબ રાખી શકે આથી આ બાબતે સરકારે વિચારણા કરી તાત્કાલીક ભરતી કરવામાં આવે તેવી ભરતભાઇ બી રાઠોડે મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *