Gujarat

ઊનાના અંજાર ગામમાં બે શખ્સોએ સોનાના દાગીના સાફ કરવાના બહાને ચેનના ટુકડે ટુકડા કરી નાખ્યા..

સોનાનો ચેઇન કેમિકલમાં સાફ કરી વિશ્વાસઘાત કર્યો.

ઊનાના અંજાર ગામમાં મહીલાના ઘરે બે શખ્સોએ ત્રાંબાના વાસણ સાફ કરી વિશ્વાસમાં લઇ સોનાના દાગીના સાફ કરી આપવા કહી સોનાનો ચેઇન કેમીકલ દ્રારા ગાળી ચેનના ટુકડે ટુકડા કરી વિશ્વાસઘાત  કરતા આ અંગેની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોહમદ મોઇદ મો.કાદીર મન્સુરી તેમજ મોહમ્મદ દાઉદ મો.સદિક સબજીફિરોજ બન્ને શખ્સો મૂળ બિહાર રાજ્યના હોય હાલ રહે. જુનાગઢ આ બન્ને શખ્સો બાઇક પર અંજાર ગામે સવારે દશ વાગ્યાની આસપાસ પહોચી ગયેલ. અને ત્યાં રહેણાંક મકાન પાસે પહોચી ત્રાંબાના વાસણ સાફ કરીએે છીએ તેવું લોકોને કહેલ અને ત્યારે અંજાર ગામે રહેતા જ્યાબેન ભીખુભાઇ ઝણકાટ પોતાના ઘરે હતા ત્યારે આ બે શખ્સોએ કહેલ કે ત્રાંબાના વાસણ સાફ કરી છીએ જેથી જ્યાબેનએ ત્રાંબાની વાસણ આપેલ તે સાફ કરી આપેલ હતા. બાદમાં બન્ને શખ્સોએ મહીલાને વિશ્વાસમાં લઇ કહેલ કે સોનાના દાગીના પણ અમે સાફ કરી આપીએ છીએ તેમ કહેતા જ્યાબેનએ પોતાનો સોનાનો ચેઇન સાફ કરવા માટે આપ્યો્ હતો. અને આ સોનાનો ચેઇન અલગ અલગ કેમીકલમાં નાખી સોનાનો ચેઇન ગાળી નાખેલ અને સોનાનો ચેઇનના નાના નાના ટુકડા કરી નાખી વિશ્વાસઘાત કરી ઠગાઇ કરેલ હોવાનું માલુમ પડતા તાત્કાલીક પોલીસને જાણ કરી અને બન્ને શખ્સો વિરૂધ દિવ્યેશભાઇ ભીખુભાઇ ઝણકાટે પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  આ શખ્સોની સાથે કેટલી ટીમ છે ક્યાંથી આવી અને ક્યા જવાના છે સોનાના ચેઇન સાફ કરવા માટે કેટલા લોકોને ફસાવી વિશ્વાસઘાત કરેલ તે અંગેની પોલીસે વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ.

-ગામમાં-બે-શખ્સોએ-સોનાના-દાગીના-સાફ-કરવાના-બહાને-ચેનના-ટુકડે-ટુકડા-કરી-નાખ્યા-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *