ગોંડલ
ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાંથી ઈલેકટ્રીકના લોખંડના થાંભલા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે ૪૦ વાળાની મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જેઠવા દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનનાં જમણા હાથ ઉપર અંગ્રેજીમાં સમીર ત્રોફાવેલ છે. તેમજ જમણા કાન નીચે ટેટુ દોરાવેલ છે. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અવાવરું જગ્યા પર મૃતક ઇલેક્ટ્રિક પોલ સાથે દોરડું બાંધીને લટકાયો હતો. ખિસ્સામાંથી વીરપુર-રાજકોટની એસ.ટી. બસની ટીકીટ મળી આવી છે. સાથે એક બેગ જેમાં સુતરનું દોરડું અને એક છરી મળી આવી છે. આત્મહત્યાની પુરી તૈયારી સાથે આવ્યો હતો. પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

