Gujarat

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ

રાજકોટ
સૌરાષ્ટ્રમાં ડુંગળીના સારા ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળે છે. આથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં ડુંગળી વેચવા માટે પ્રાથમિકતા દાખવે છે. આ વર્ષે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળની થયેલી રેકોર્ડબ્રેક આવકથી ટૂંકુ પડ્યું છે. એક જ દિવસમાં આશરે ૨ લાખ કટ્ટા ટુંગળીની આવક થતા બાજુના ખેતરો ભાડે રાખવા પડ્યા છે. તેમજ યાર્ડની બંને બાજુ ૬-૬ કિલોમીટર લાંબી ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી છે. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર અંદાજે ૧૫૦૦થી વધુ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. ડુંગળીની આવક વધુ થતા યાર્ડના સત્તાધિશોને બાજુના ખેતરો ભાડે રાખવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રભરમાંથી ૧૫૦૦થી વધુ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે. એક મણ ડુંગળીનો ભાવ ૮૦થી ૪૯૦ રૂપિયા સુધી બોલાયો છે. ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતના આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.

Record-breaking-income-of-Rs-2-lakh-onions.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *