Gujarat

ચારણ સમઢિયાળા માં હરતા ફરતા પશું દવાખાના ની સેવા નો પ્રારંભ કરાવતા ધારા સભ્ય શ્રી જયેશ ભાઈ રાદડિયા

દસ ગામો ના પશું ઓ ની સારવાર માટે સરકાર દ્વારા વિના મૂલ્યે સેવા પ્રાપ્ત થશે
————–/
રાજકોટ જિલ્લા નું ૧૯ મુ હરતું ફરતું પશું સારવાર મોબાઈલ વાન કાર્યરત થયું
——————
ગુજરાત રાજ્ય ના પશુપાલકો ના પશુ ઓ ને સમયસર પર્યાપ્ત સારવાર મળી રહે અને મહામૂલા પશુઘન ને વિના મૂલ્યે સારવાર આપવાની ૧૯૬૨ યોજના છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે
આ યોજના માં આવરી લેવામાં આવે તે ગામો ના કોઈ પણ પશુપાલક પોતાના પશુ ને ઇમરજન્સી સારવાર ની જરૂર પડે ત્યારે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ડાયલ કરી જાણ કરશે તો તુરત ડોક્ટર સાથે નું મોબાઇલ સારવાર વાહન આવી જશે અને બીમાર પશુ ને સારવાર આપશે
આ સેવા નો સમય સવાર ના સાત વાગ્યે થી સાંજ ના સાત વાગ્યા સુધી નો હોઈ છે
આજે જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે પૂર્વ મંત્રી અને ધારા સભ્ય શ્રી જયેશ ભાઈ રાદડિયા હસ્તે હરતું ફરતું પશુ સારવાર મોબાઈલ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું જેનાથી ચારણ સમઢિયાળા. ઉપરાંત થાણા ગાલોળ ચારણીયા ચાપરાજપુર બોરડીસમઢીયાળા ભેડાપીપળીયા અમરનગર   ખારચિયા રેસમડી ગાલોળ અમર નગર ગામો ના પશું ઓ ને સીધો જ સારવાર નો લાભ સંપૂર્ણ ફ્રી માં મળતો થશે
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશ ભાઈ રાદડિયા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડા ના માનવી સુધી તમામ સેવાઓ પર્યાપ્ત કરાવવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે એ સાથે પશુપાલકો ના મૂંગા પશુધન ની પણ ચિંતા કરી સારવાર માટે ખૂબ સારા પ્રયાસ થઈ રહ્યા છે
આ પ્રસંગે રીજ્યન સયુંકત પશુ પાલન નિયામક શ્રી ભરતસિંહ ગોહિલ એ ઉપસ્થિત ને ૧૯૬૨ સેવા અંગે માહિતી આપી હતી આ પ્રસંગે અગ્રણી શ્રી  સુરેશ સખ્રેલિય જેન્તીભાઇ રામોલિયા  સહિત અગ્રગણ્ય મહાનુભાવો અને પશુ પાલન વિભાગ ના ડો કે યું ખાનપરા ડો કે કે સાવલિયા ડો વી જે રૂપાપરા જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી રમેશ સોયા ની વિશેષ ઉપસ્થિત રહી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220419-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *