સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શું લાગે છે આ વખતે સત્તાનું સુકાન કોને મળશે? લોકોતો હવે અંદરો અંદર આ વખતે કોણ આવશે? એવા સવાલના પ્રત્યુત્તરમાં વ્યંગમાં કહેતા જોવા મળે છે કે કોણ આવશે એની ખબર નથી જે આવે તે પણ એક વાત ચોક્કસ છે કે હવે મોંઘવારીમાં વધારો આવશે. કારણ પણ ખૂબ લોજિકલ આપે છે કે એક ચૂંટણી યોજાઈ તેનો ખર્ચ એટલો હોય છે કે લોકોએ એ આર્થિક ભાર વેંઢારવા માટે પણ મોંઘવારી રૂપી રાક્ષસોનો સામનો કરવો જ પડે છે. એકંદરે આમ ગણીએ તો લોકો હવે તમામ પક્ષોના પ્રચાર સંદર્ભે નિરસતા દાખવતાં જોવા મળે છે..હા, પક્ષના કાર્યકરો કદાચ ઉત્સાહિત હશે પણ આમજનતાને તો મોંઘવારી અને બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે..વળી પાછી પેલી વચનોની વણઝાર..કહેવાય છે કે આશા તો અમર છે. લોકોને હવે નેતાઓ પાસેથી વચનો નહીં ઠોસ કામગીરીની ચાહત છે.
