વડોદરા
કલેક્ટર કચેરીની મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ ઈલેક્શન કાર્ડ કઢાવવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઉત્સાહ જેમના ૧૮ વર્ષ પુરા થયા હોય તેવા લોકો માં વધુ જાેવા મળે છે તેવા માં કોઈ વ્યેક્તિની કાર્ડમાં નોધણી કરાવતી વખતે જાે કોઈ ભૂલ થઇ જાય તો વ્યેક્તિને સરકારી ધક્કા વધી જાય છે પણ જાે એ ભૂલ કોઈ કલેક્ટર કચેરીની મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ ના માણસે જ કરી હોય તો ,આવી જ એક ઘટના ન્યૂ સમા રોડના ઐયપ્પા ગ્રાઉન્ડની સામેના ક્રિષ્ણા ફ્લેટમાં રહેતા વ્યેક્તિએ જણાવ્યું કે, ડિસેમ્બર-૨૦૨૧માં કલેક્ટર કચેરી દ્વારા જે યુવાનોના ૧૮ વર્ષ પૂરાં થઈ ગયાં હોય તેમને ઈલેક્શન કાર્ડ કાઢવાની ઝુંબેશ ચાલી રહી હતી. મારો દીકરો જય ૧૮ વર્ષનો થઈ ગયો હોવાથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ન્યૂ સમા રોડની નવયુગ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં હું તેને લઈ ચૂંટણી કાર્ડ કઢાવવા પહોંચ્યો હતો. ન્યૂ સમા રોડના યુવકે ૧૮ વર્ષ પૂરા થતા કલેક્ટર કચેરીની મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ ઈલેક્શન કાર્ડ કઢાવવા પુરાવા સાથે એપ્લાઈ કર્યું હતું. ત્યારબાદ તે કેનેડા પહોંચી ગયો હતો. બીજી તરફ ગત તેના ઘરે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટમાં મોકલાયેલા ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છપાઈને આવતાં પરીવાર મૂંઝવણમાં મુકાયો છે. ચૂંટણી શાખાના છબરડાથી યુવકને ઈલેક્શન કાર્ડ ફરી કઢાવવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ચૂંટણી કાર્ડને લગતા તમામ ડોક્યુમેન્ટ આપ્યા બાદ ચૂંટણી શાખાના કર્મચારીએ ઈલેક્શન કાર્ડ ઘરે આવી જશે તેમ જણાવ્યું હતું. તે બાદ ૨૩ ડિસેમ્બરે જય કેનેડા જતો રહ્યો હતો. ૯ ફેબ્રુઆરીએ ઘરે જયનું ઈલેક્શન કાર્ડ આવ્યું હતું. પરબીડિયું ખોલતાં જ તેમાં લેટર અને ઈલેક્શન કાર્ડ નીકળ્યું હતું. જાેકે અમે ઈલેક્શન કાર્ડ જાેઈ ચોંકી ઉઠ્યાં હતાં. તેમાં જયના ફોટાની જગ્યાએ કોઈના ઘરનું લાઇટ બિલ છપાઈને આવ્યું હતું. આ લાઈટ બિલનો ફોટો માઈક્રો લેવલનો હોવાથી તે કોના ઘરનું છે, તેની તો જાણ નથી.જાેકે ભારતના નાગરિક તરીકે મારો દીકરો વોટિંગ કરી શકે તે માટે ઉત્સાહભેર ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું, પરંતુ ચૂંટણી વિભાગના છબરડા બાદ હવે નવું ચૂંટણીકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે. એક અન્ય વ્યેક્તીએ ચૂંટણી કાર્ડમાં છાપવામાં આવેલા એડ્રેસમાં છબરડો છે. જેમાં ન્યૂ સમા રોડની જગ્યાએ ફતેગંજ વિસ્તાર લખી દેવામાં આવ્યો છે. આમ ફોટો ઉપરાંત એડ્રેસ પણ ખોટું છપાઈને આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી શાખા દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવી હોવાનું આ પહેલાં પણ અનેક વખત બહાર આવ્યું છે.
