Gujarat

ચેરમેનના કહેવાથી સિક્યુરીટીએ કૂતરાને કેનાલ મૂકી આવ્યોની ફરિયાદ

ગાંધીનગર
ગાંધીનગરના તપોવન સર્કલ પાસે આવેલા બાલાજી અગોરા રેસિડેન્શિમાં રહેતી ૧૮ વર્ષીય મુસ્કાન દેવેન્દ્રકુમાર સાધવાની બીબીએનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે સોસાયટીમાં રખડતા કૂતરાંઓને ચાર વર્ષથી ખવડાવી રહી છે. આ દરમિયાન ગત તા. ૧૮ મી જાન્યુઆરીના રોજ મુસ્કાન નિત્યક્રમ મુજબ સોસાયટીનાં બગીચામાં કૂતરાંઓને ખવડાવી રહી હતી. તે વખતે આશરે સાતેક માસના બે કૂતરાં જાેવા મળ્યા ન હતા. આથી મુસ્કાન દ્વારા સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સિક્યુરિટી ગાર્ડ જીતુ રાજપૂત કૂતરાંઓને લઈ જતા જાેવા મળ્યો હતો. આથી મુસ્કાન અને તેના મિત્ર આયુષ રાજેન્દ્ર સિંગે સિક્યુરિટી ગાર્ડની પૂછતાછ કરતાં ચેરમેન કાંતિભાઈ કમાનીનાં કહેવાથી કૂતરાને સુઘડ કેનાલ મૂકી આવ્યો હોવાની કેફિયત જણાવી હતી અને બીજા કૂતરાને પણ નેટથી બાંધીને મારીને લઈશું તેમ કહ્યું હતું. ત્યારબાદમાં સિક્યુરિટી ગાર્ડને સાથે રાખી મુસ્કાન અને તેના મિત્રએ કેનાલ પર તપાસ કરતાં કૂતરા મળી આવ્યા ન હતા. બીજી તરફ રહીશો પણ કુતરાઓના ત્રાસથી કંટાળી ગયા હોવાથી સોસાયટીના બોર્ડ પર જે કોઈ કૂતરાને ખવડાવશે તેને ૧ હજારનો દંડ ભરવાની નોટિસ પણ લખવામાં આવેલી છે. ત્યારે ચાર વર્ષથી કૂતરાંઓને ખવડાવતી મુસ્કાન દ્વારા ઈપીએફ અનુરાધા અને નીલમની સાથે જઈને અડાલજ પોલીસ મથકમાં સિક્યુરિટી ગાર્ડ અને ચેરમેન વિરુદ્ધમાં ફરિયાદ આપતાં પોલીસે આઇપીસી કલમ ૧૧(૧)(ૈ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.ગાંધીનગરના તપોવન પાસે બાલાજી અગોરા રેસિડેન્શિમાં ચેરમેનના કહેવાથી સિક્યુરિટી ગાર્ડે રખડતા બે કૂતરાને સુઘડ કેનાલ પાસે મુકી આવ્યો હતો. જેને લઈ ચાર વર્ષથી કૂતરાંઓને પાળતી ૧૮ વર્ષની યુવતીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *