Gujarat

છ મહિના પહેલાં દીકરીએ પ્રેમલગ્ન કરતાં સગા પિતા પુત્ર એ દીકરી તેમજ જમાઈને  જાહેરમાં છરીથી રહેંસી નાખ્યાં.

પોલીસકાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી
આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા.
ઉપલેટામાં આજે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ઓનર કિલિંગ કરવામાં આવ્યું છે. સગા પિતા પુત્રએ  જ છ મહિના પહેલા લગ્ન કરનારી યુવક યુવતી  છરીથી જાહેરમાં રહેંસી નાંખ્યા છે. યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં પિતા પુત્રએ આ બાબતનો ખાર રાખ્યો હતો.
સગા પિતા પુત્ર કાળ બનીને ત્રાટક્યા
ઉપલેટાની જિકરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની રીના સોમજીભાઈ સિંગરખિયાને રીના ના પિતા સોમજીભાઈ તેમજ ભાઇ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી પિતા પુત્રને પકડવા શોધખોળ હાથ ધરી છે
બહેને પ્રમલગ્ન કરતા પિતા-પુત્ર આંખના કણાની જેમ ખટકતું
રીના એ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા  પિતા પુત્રને દંપતી આંખના કણાની જેમ ખટકી રહ્યું હતું. રીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી લીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.
ઉંમર પૂરી થતા રીના અનિલ સાથે ભાગી ગઈ હતી
 ઉંમર પૂરી ન હોવાના કારણે અનિલ અને રીના પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ છ પહેલા રીના ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન આજે રીના ની તબિયત ખરાબ હોઈ તેમના પતિ સાથે ઉપલેટા હોસ્પિટલ બતાવવા આવેલ હોઈ તે  તેના ના પિતા તેમજ પુત્રએ પોતાના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તમને શોધતો હતો. સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા દંપતી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા હીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર હોય તેમને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જતા હોસ્પિટલે પહોંચે એ પહેલાં તેમનું મોત થયું હતું.
પિતા પુત્રએ આડેધડ છરી તેમજ પાઇપના ઘા ઝીંક્યા
પિતા પુત્રએ દંપતી ઉપર પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા તેમજ પાઇપનાં ધા જોવા મળ્યો હતો. તેમજ આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા તેમજ પાઇપ માર્યાનું જોવા મળ્યું હતું.
આ પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડવાના તપાસ હાથ ધરી છે. જોકે આરોપી પિતા પુત્ર હુમલો કર્યા બાદ ભાગી જતા પોલીસ તેમનું પગેરૂ દબાવા ચકો ગતિમાન કર્યા હતા
સગા પિતા તેમજ પુત્રએ જ છ મહિના પહેલા લગ્ન કરનારી યુવક યુવતી  છરીથી જાહેરમાં રહેંસી નાંખ્યા છે.જે મામલે પોલીસે શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં દંપતીનો હત્યારો પિતા સોમજીભાઈને હસ્તગત કર્યો હતો જ્યારે ફરાર આરોપી સુનીલને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220419-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *