રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઇ હોવાના સોશિયલ મીડિયા પર ફરતા થયેલ વીડિયોને લઇ ચારે તરફ અફવાઓનું બજાર ગરમ છે ત્યારે મહમદપુરા વિસ્તારમાં બાળકો ઉઠાવતી ગેંગની બે મહિલાઓને સ્થાનિકોએ પકડી પાડી હોવાનું સામે આવ્યું છે આ વિસ્તારમાં રહેતા શૈલેશભાઈની પુત્રી સહીત અન્ય યુવતી મહેંદી ક્લાસમાંથી પોતાના ઘરે જતી હતી તે વેળા મહમદપુરા સર્કલથી પાછો કરતી બે મહિલાઓને યુવતીના પિતા અને તેના મોહલ્લાના સ્થાનિકો એપીએસમી શાક માર્કેટ નજીકથી પકડી પાડી તેઓને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી હોવાની ઘટના સામે આવી છે.


