વન કર્મીઓની વિવિધ પ્રશ્નોને લઈ ત્રણ અઠવાડિયા સુધી ચાલેલી રજા રૂપી હડતાલ નો સુખદ અંત આવતા છોટાઉદેપુર જિલ્લાના વનકર્મી ઓ દ્વારા નિર્ણય ને વધાવી લઈ DCF, ACF , તેમજ તમામ RFO ને પુષ્પગુચ્છ આપી તેમજ મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર ડી સી એફ એ સી એફ તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ આરએફઓ એ છોટાઉદેપુર વળી કચેરી ખાતે એકત્રિત થઈ સરકારના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના 70 ઉપરાંત વનકર્મી ઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સરકાર વતી તેઓના ઉપરી અધિકારીઑ ને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


