સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિકલાંગ વ્યક્તિઓના કુટુંબીજનો માટે વીમા સહાય યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. આ યોજનામાં જે વિકલાંગ વ્યક્તિઓની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/-(રૂપિયા છ લાખ)થી વધતી ન હોય તેવા વિકલાંગ વ્યક્તિઓના આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ અકસ્માતની રીતે ૪૦% ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને સમાજ સુરક્ષા ખાતાનું ઓળખકાર્ડ ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
આ યોજના હેઠળ જો દિવ્યાંગ વ્યક્તિનું મૃત્યુ થાય કે કાયમી/સંપુર્ણ અપંગ બને તો તેવા કિસ્સામાં ૧૦૦ ટકા એટલેકે રૂ.૧ લાખ, અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% એટલેકે રૂ. રૂ.૧ લાખ, અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% એટલેકે રૂ.૧ લાખ, અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% એટલે કે રૂ.૫૦ હજાર વીમા પોલીસીની શરતોને આધીન રહીને દિવ્યાંગ વ્યક્તિ અથવા પરિવારને મળે છે.
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સ્વલિખિત અરજી આપવાની રહે છે તેમજ વીમા નિયામકશ્રી વિમા લેખા ભવન ગાંધીનગર દ્વારા વીમા સહાય મંજુર કરવામાં આવે છે. એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, છોટાઉદેપુરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


