તારીખ ૨૮/૦૪/૨૦૨૨ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા દ્વારા મુલાકાત લીધી હતી. આ સ્કૂલ વર્ષ ૨૦૧૮થી કવાંટ તાલુકાના કડિપાણી ગામે જી.એમ. ડી.સી.ના મકાનમાં ચાલે છે. તે દરમિયાન તેવો ની મુલાકાત દરમ્યાન જોવામાં અને જાણવામાં આવ્યું છે કે અહી ચાલતા ધોરણ :૬,૭, અને ૮ પૈકી માત્ર ધોરણ:૮ ના વિદ્યાર્થીઓને જ શાળાએ બોલાવવામાં આવે છે. તે સિવાયના ધોરણ:૬ અને ૭ ના વિદ્યાર્થીઓને તેમનો પ્રવેશ થયા બાદ હજુ સુધી ક્યારે પણ શાળાએ બોલાવવામાં આવ્યા નથી. ત્યાંના આચાર્ય બહેનનું કહેવું છે કે આ રહેવાસી શાળા છે અને તેથી બાળકોને રહેવાની સુવિધા નથી. તેથી તેઓ ધોરણ: ૬ અને ૭ના બાળકોને શાળાએ બોલાવ્યા નથી. જવાહર નવોદય શાળાઓ સીધી કેન્દ્ર સરકાર મારફત ચાલે છે. અને આ શાળા સંચાલન સમિતી જીલ્લા કલેકટરને અધ્યક્ષપણા હેઠળ ચાલતી હોય છે. તે ઉપરાંત આ સમિતિના સભ્યો માં વિસ્તારના સાંસદ, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા શિક્ષણાધિકારી જેવા ઉચ્ચ અધિકારીઓ છે. આપ પણ જાણો છો કે જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્રીય પ્રવેશ પરીક્ષા મારફત થાય છે. દરેક વાલી તેના બાળકને આ શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે કોચિંગ ક્લાસ, તેને લગતા સાહિત્ય વસાવીને ખુબ મહેનતથી કરાવતા હોય છે. અને તે રીતે સૌથી તેજસ્વી વિદ્યાર્થી વિધાર્થીઓ આ શાળાઓમાં પ્રવેશ લેતા હોય છે.
પરંતુ આ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા પછી બે- બે વરસો સુધી શાળાએ જવાનો મોકો ન મળતો હોય તો ખુબ સ્વાભાવિક છે કે તેઓની શૈક્ષણિક કારકિર્દી રુંધાઈ જવાની છે. આ ગંભીર નિષ્કાળજી ખરેખર તો આ વિધાર્થીઓનું ભવિષ્ય ખતમ કરવા માટેના ષડયંત્ર થી ઓછી નથી. ચાલુ વર્ષે પણ આવતા શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી છે. એટલે બીજા વિધાર્થીઓની કારકિર્દી પણ ખતરામાં મુકાશે.
આ શાળાઓ તો ફરજિયાત પણે રહેવાસી શાળાઓ છે. તો છોટાઉદેપુર જિલ્લાના બાળકોને ઘરે બેસીને ભણાવવાનો નિર્ણય કોણે અને શામાટે લીધો હતો, અને શું ગયા બે વરસ દરમ્યાન તેઓના રહેવા, જમવા અને ઇતર ખર્ચ પાડવામાં આવ્યો હતો કે કેમ તે પણ સવાલ છે. તેની તપાસ થવી જોઈએ. તેવી માગ આમઆદમી પાર્ટી ની છે.


