Gujarat

તા. ૦૭મી, મેના રોજ છોટાઉદેપુર ખાતે યોજાનાર  જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રાખવામાં આવ્યો 

૦૭મી, મેના રોજ સવારે ૦૯:૦૦ કલાકે જીલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ, છોટાઉદેપુર ખાતે રોજગાર ભરતી મેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિવાર્ય સંજોગોને કારણે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે જેની છોટાઉદેપુર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક યુવતિઓને નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત જિલ્લા કક્ષાના ભરતી મેળાના કાર્યક્રમનું આયોજન થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જિલ્લાના રોજગારવાંચ્છુઓને જાણ કરવામાં આવશે. જેની તમામને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર અથવા રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *