Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો ધ્યાન આપે 

આ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા બાકી રહી ગયેલા
 ખેડૂતો ૧૨/૦૭/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ સુધી અરજી કરી શકશે
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટેની અરજી કરવા માટે તા. ૦૧/૦૩/૨૦૨૨ થી તા. ૩૦/૦૪/૨૦૨૨ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે અરજી કરવા બાકી રહી ગયેલા ખેડૂતમિત્રો માટે તા. ૧૨/૦૭/૨૦૨૨ થી તા. ૩૦/૦૭/૨૦૨૨ સુધી ફરીથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ખેડૂતમિત્રોએ બાગાયત ખાતાની કોઇ યોજનામાં સહાય મેળવવા માંગતા હોય તેઓએ ઉપર્યુકત સમય દરમિયાન ગ્રામ પંચાયતના વી.સી.ઇ મારફત અથવા ખાનગી ઇન્ટર્નેટ સોર્સથી પોતાના ૭-૧૨, ૮-અની નકલ, ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલાની વિગત સાથે લઇ જઇ લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કરી દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એસ-૧, બીજો માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુરનો મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, છોટાઉદેપુરનો રૂબરૂ અથવા ટેલિફોન નંબર: ૦૨૬૬૯-૨૩૨૬૨૫ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક પરમાર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *