છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે ખુશીના સમાચાર છે, છોટાઉદેપુર જિલ્લો બન્યે 9 વર્ષ વીતવા છતાં જિલ્લામાં બુસ્ટર સહિતનું એકપણ CNG સ્ટેશન ન હોવાને લઈ CNG વાહન ધારકોને ખૂબ તકલીફ વેઠવી પડતી હતી,ત્યારે છોટાઉદેપુર CNG વાહન ધારકો ની આતુરતાનો અંત આવ્યો છે,આવતીકાલ 16 મી મેં થી છોટાઉદેપુર ખાતેના નવદુર્ગા પેટ્રોલપમ્પ ખાતે IOC અને વડોદરા ગેસ દ્વારા CNG ગેસ સ્ટેશન નો શુભારંભ કરાશે, જિલ્લા કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને IOC તેમજ વડોદરા ગેસના ઉચ્ચ અધિકારીઓ , છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ,નેતા વિપક્ષ સુખરામ રાઠવા ઉપસ્થિત રહેશે . નવદુર્ગા પમ્પના માલિક સંગ્રામ રાઠવા એ CNG સ્ટેશન ઉપર ઉપલબ્ધ સુવિધાઓને લઈ માહિતી આપી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


