છોટાઉદેપુર નગરસેવા સદનના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હતું કે છોટાઉદેપુર નગરમાં 31 માર્ચ સુધીમાં વિકાસના કામો પતિ જવા જોઈએ તેઓ કોન્ટ્રાક્ટરોને આજરોજ નગર સેવા સદનના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હતું અને જેમાં છોટાઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા જણાવેલ હતું કે છોટાઉદેપુર નગરમાં સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવશે અને તળાવની પણ સાફ સફાઈનું ધ્યાન આપવામાં આવશે અને સાથે સાથે છોટાઉદેપુર જિલ્લો એક સરહદી અને આદિવાસી વિસ્તાર છે જેના માટે બિરસા મુંડા કમિટી હોલ નું નવું આયોજન કરવા જઈ રહ્યા છે તેવી વિવિધ વિકાસના કામોની આજરોજ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં નગર સેવાસદનના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

