Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને  વર્તમાન કારોબારી સમિતિના ચેરમેન અને આજ હોદ્દાની રૂએ તેઓ ભરતી-બઢતી સમિતિના સદસ્ય તરીકે પદ ધરાવેછે

છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને  વર્તમાન કારોબારી સમિતિના ચેરમેન અને આજ હોદ્દાની રૂએ તેઓ ભરતી-બઢતી સમિતિના સદસ્ય તરીકે પદ ધરાવેછે જેઓને પાલિકાના ભવિષ્યની ચિંતા સતાવતા તેઓએ જણાવ્યું હતું  કે પાલિકા દ્વારા એક તરફ સફાઇ કામદારની ભરતી માટેની પ્રક્રીયા પાલિકાના ભરતી બઢતી સમિતિના ચેરમેને હાથ ધરીછે બીજી તરફ સફાઇ કામદારોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે જેની આગામી તારીખ ૧૦-૦૬-૨૦૨૨ છે અને ભરતી માટે ૧૩ સફાઇ કાંમદારોનું આજે ઇંટરવ્યૂ રાખેલ છે તો આ ૧૩ ની ભરતી થઈ જશે અને કદાચ નામદાર હાઇકોર્ટ ૨૮ કામદારોને ભરવા માટે પાલિકાને હુકમ કરે તો પાલિકાને આર્થિક સંકટનો સામનો કરવો પડે તેમ છે આમેય ૨૮ કર્મીનું મહેકમ હોય વધુ ૧૩  કામદારની ભરતી કરવામાં આવે તો પગાર માટે આર્થિક સમસ્યા ઉભી થશે અને આ આર્થિક  સંકટ પૂર્ણ કરવા પાલિકા પાસે આવકનો કોઈ વધુ સ્ત્રોત નથી તેવા સમયે નગરજનો ઉપર વિવિધ ટેક્સ કર નાખી પ્રજા  ઉપર આર્થિક બોજો નાખવો પડશે ત્યારે કર્મચારીઓનો પગાર કરી શકાશે જેનાથી પ્રજામાં નારાજગી જોવા મળશે એટલે એ સમસ્યાનો પણ કારમી મોંઘવારીમાં સામનો કરવો પડશે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટના ચુકાદા સુધી ભરતી સ્થગિત રાખવા ભરતી બઢતી સમિતિના સદસ્ય તરીકે લેખિત આપશે તેમ જણાવ્યું હતું અને નામદાર હાઈકોર્ટના ચુકાદા સુધી પાલિકા રાહ જુએ તેમ જણાવ્યું હતું

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *