છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને નાયબ પોલીસ અધિક્ષક એ,વી કાટકડ ના અધ્યક્ષ સ્થાને પાનવડ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિક્ષક ની હાજરીમાં પાનવડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ, એસ, નિસરતા એ પાનવડ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પરેડ પ્રદર્શન કર્યું હતું જેમાં ઉપસ્થિત અધિકારીઓને નિહાળ્યું હતું, વધુમાં પાનવડ ગામના આગેવાનો સાથે મળીને શાંતિ સમિતિની મીટીંગ નું પણ પોલીસ મથકે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાનવડ ગામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તથા તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, ગામના લાગતા નાના-મોટા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પાનવડમાં નવીન પોલીસ સ્ટેશન બાબતે પણ ચર્ચા કરવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


