છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથના ભોરદા ગામે પોણા ચાર વર્ષ અગાઉ રાત્રે ઘરમાં બે શખ્સો ઘુસ્યા હતા, સૂતેલી મહિલાનું ગળુ કાપીને તેની હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો હતો.આ ફરીયાદ મુજબ ભોરદા ગામની રેશલીબેન તેરસીંગભાઇ રાઠવા(૫૦) રાત્રીના સમયે તેનીના ઘરમાં સૂતી હતી.તે વખતે ઘરમાં ઘુસ્યા હતા. રેશલીબેન તેની સાથે આઠ વરસની ભાણેજ સૂતી હતી.આ રેશલીબેનને ધારદાર હથીયાર વડે માથુ ધડથી કાપી નાખી જુદું કરીને ઘડ રહેવા દઇને માથુ પોતાની સાથે લઇ ગયા હતા. આ બાબતેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓ છગનભાઇ માલસિંગભાઇ રાઠવા(૨૧), મુકેશભાઇ નાનલાભાઇ રાઠવા (૨૫) અને કમલેશભાઇ સેંગલાભાઇ રાઠવા (૨૪)ને ઝડપી પાડ્યા હતા.છગનભાઇ રાઠવા અને કમલેશભાઇ હત્યાના ગુનામાં અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત રાઠવાએ ઘરની પાછળના ભાગે આવેલ વેંટીલેશનવાળી બારીના સળિયા વાળી દઇને ઘરમાં પ્રવેશ્ કર્યો હતો.
જ્યારે મુકેશભાઇ રાઠવા ઘરની બહાર કોઇ આવી ન જાય એ માટે ચોકી કરતો હતો. રેશલીબેનને ડાકન હોવાનો વહેમ રાખીને પાળિયા અને ચપ્પાથી રેશલીબેનના માધાને ધડથી અલગ કરી નાખ્યું હતું અને પોતાની સાથે લઇ ગયા હતા.રેશલીબેનના માથાને ગામમાં આવેલા એક કોતરમાં જઇને દાટી દીધું હતું. આરોપી છગનભાઇ રાઠવાની માતાનું મૃત્યુ થયું હતું. જેથી રેશલીબેન ડાકણ હોવાનો વહેમ રાખીને હત્યા કરી નાખી હતી. આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીસ પી.વી.શ્રીવાસ્તવે આરોપી છગનભાઇ માલસીંગભાઇ રાઠવાને આજીવન સખત “કેદની સજાનો હુકમ કર્યો.જ્યારે મુકેશભાઇ નાનલાભાઇ રાઠવા અને કમલેશભાઇ સેગલાભાઇ રાઠવાને શંકાનો લાભ આપીને છોડી મુકવા હુકમ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


