Gujarat

છોટાઉદેપુરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો,

નગરના ત્રણ વ્યાજખોર સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાઇ એક સપ્તાહ પૂર્વે નોંધાઇ ફરિયાદ,
વ્યાજખોરોના ત્રાસને લઈ મનીષ ઉનિયાલ નામના યુવકે હાથ ની નસ કાપી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ,
ભોગ બનનારે મુદ્દલ ઉપરાંત વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો કરતા હતા ઉઘરાણી,
ચેક રિટર્ન કરાવી જેલમા પુરાવી દેવાની અને જાનથી મારી નાખવાની આપતા હતા ધમકી,
10 % થી 20 % ઊંચાવ્યાજે ગેરકાયદેસર રીતે ધીરતા હતા નાણાં,
બાદલ અનિલકુમાર અગ્રવાલ ,દીપેશ રજનીકાંત શાહ અને દશરથ શિવરામ રાવલ સામે નોંધાઇ ફરિયાદ,
IPC ની કલમ 386,504,506(2) અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 5,40,41 હેઠળ નોંધાયો છે ગુનો,
મુદ્દલ અને વ્યાજ ચૂકવી દેવા છતાં હજુ 1.36 કરોડ બાકી હોવાનું જણાવી કરતા હતા ઉઘરાણી ,
ફરિયાદ નોંધાઇ ત્યારથી ત્રણેય વ્યાજખોરો થયા છે ફરાર,
છોટાઉદેપુર પોલીસે હાથધરી શોધખોળ.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220509-194315_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *