તારીખ ૧૨/૦૬/૨૦૨૨ ના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના ગૌસ્વામી સાધુ સમાજ ના કૌશિકગીરી મેઘનાથી ની ૮ વર્ષ ની માસુમ દિકરી પ્રજ્ઞા કૌશિકગીરી મેઘનાથી ઉંપર તેજ ગામના નરાધમે કોઈ પણ સમાજને ન શોભે તેવું દુષ્ટ કૃત્ય કરી આ માસુમ દિકરી હત્યા કરેલ છે. આવા કલંકિત વ્યક્તિ ને ફાસી ની સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ધોરણે ફાંસી ની સજા થવી જોઈએ તથા આ પીડિત પરિવારને સરકાર યોગ્ય સહાય આપે તેવી ગુજરાત સૌરાષ્ટ્ર ના તમામ ગોસ્વામી સમાજ વતી ખીરસરા ગૌસ્વામી સમાજ ની માંગ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


