મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જનરલ હોસ્પિટલ નડિયાદ અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ” અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ ખાતે માનસિક સ્વાસ્થય વિશે ખુશ્બુ પંડયા (ક્લિનિકલ & રિહેબિલીટેશન સાયકોલોજીસ્ટ) ,સ્વાતિ રાઠોડ (કાઉન્સેલર), ઘોરી મોહમ્મદ યમાન (કાઉન્સેલર) દ્વારા માર્ગદર્શન પ્રોગ્રામ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રાચાર્ય મહોદય અનિલ કાંબલે, વરિષ્ઠ અધ્યાપક ડૉ. આર. સી. ચતુર્વેદી, વિજયકુમાર રાઠોડ અને અન્ય વિદ્વાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તથા નવોદય વિદ્યાલયના ડૉ. વિજયકુમાર પટેલ (મનોવૈજ્ઞાનિક & કાઉન્સેલર) દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી.


