Gujarat

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા રાણપુરમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઊની ખાદીના વિનામુલ્યે સ્વેટર ભેટ આપ્યા..
 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા સીએસઆર હેઠળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ 1100 જેટલાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા.આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક સંયોજન. ગુજરાતની એક માત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા ઉત્પાદન થયું હોવાથી આર્થિક-સામાજિક વંચિત 500 જેટલી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે.આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ) દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ રૂ. 21 લાખની કિંમતના ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા. ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વિવિધ સ્મૃતિ-સ્થળોની 11 ચૂંટેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 2500 જેટલાં બાળકોની આ સેવા-યજ્ઞ માટે પસંદગી કરાઈ છે.આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓ : સાંકળીબાઈ કન્યા શાળા, રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ કન્યા શાળા અને કુમાર શાળામાં અભ્યાસ કરતાં આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ 1100 જેટલાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયાં હતાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, છેલ્લા 40 વર્ષથી ખાદી-રચનાત્મક-સહકારી ક્ષેત્રે કાર્યરત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી, આચાર્યો, શિક્ષકો, વિદ્યાથીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પિનાકી મેઘાણી દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક સંયોજન છે. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજીની પ્રેરણાથી 1958માં સ્થાપિત અને ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આ ઊની ખાદી સ્વેટરનું ઉત્પાદન થયું હોવાથી આર્થિક-સામાજિક વંચિત 500 જેટલી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે.પિનાકી મેઘાણી, ગોવિંદસિંહ ડાભી, પસંદ કરાયેલ શાળાઓનાં આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુજરાત રાજ્યના સંસ્કૃતિ-સાહિત્ય-પ્રેમી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડીરેકટર વરૂણકુમાર (આઈએએસ)નો હ્રદયથી આભાર માન્યો છે.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221227-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *