રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના તમામ બાળકો જે ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.તથા તેમને વાલીઓને ઉદ્દેશીને તારીખ 1 એપ્રિલ 2020 ને સવારે 11 કલાકે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ધોરણ 9 થી વધારે અભ્યાસ કરનાર લગભગ હજારથી પણ વધારે બાળકો સાથે રૂબરૂમાં સંવાદ કરશે. જેમાં જોડાવા માટે જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ જિલ્લા ખેડા ના આચાર્ય અનિલ.એસ.કામ્બલે દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો ને મીટીંગ યોજી તેમજ અન્ય માધ્યમો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો કે પરીક્ષા ચર્ચા કાર્યક્રમ સૌ જોડાય અને કાર્યક્રમ નિહાળે.આ કાર્યક્રમ દુરદર્શન . રેડિયો . યુ ટ્યુબ , લાઈવ વેબ pmo. MoE, MyGoV .સ્વયંપ્રભા દ્વારા કરવામાં આવશે.અને સૌ કોઈ કાર્યક્રમ નિહાળી પોતાના પ્રતિભાવ –મીડિયા અથવા સોસીયલ મિડીયા દ્વારા પણ આપી શકે છે તેમ જણાવ્યું હતું.


