Gujarat

બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો બદલી કરો બદલી કરો તલાટી ની બદલી કરો ના સુત્રોચાર કરી રહેલ આ નસવાડી તાલુકા ની સાકળ(ત) ગ્રામ પંચાયત ની ફક્ત એક મહિલા સરપંચ ના છે .છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ની સાકળ(ત) ગ્રામ પંચાયત ના તલાટી ની અનિયમતા અને લોકો ના કામ માટે રૂપિયા માંગતા હોવના આક્ષેપ સાથે નસવાડી તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર અપાયું 

નસવાડી તાલુકા ની સાકળ(તનખલા) વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત છે.આ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી મહેશ અલગોતર પોતાની રીતે મનસ્વી વહીવટ ચલાવતા હોય અને પંચાયત મા અનિયમિત આવે અને આદિવાસી લોકો ના કામ માટે રૂપિયા લેતા હોવાની ફરિયાદો ઉઠી હોય.ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ ની આગેવાની મા ગ્રામજનો નસવાડી ટીડીઓ કચેરી આવ્યા હતા અને કચેરી આગળ ,અંદર ભારે સુત્રોચાર કરી તલાટી ની વિરુદ્ધ કાર્યવાહી કરવા ટીડીઓ ને લેખીત મા ફરિયાદ સાથે આવેદનપત્ર આપ્યું છે.અને રૂબરૂ રજુઆત પણ કરી છે.
સરપંચ ,ઉપ સરપંચ ને કામ હોય તો ગમે તેટલા ફોન કરો છતાંય તલાટી ઉપડતા ન હોય નું સરપંચ ઉપ સરપંચ જણાવ્યું હતું.
વડાપ્રધાન સરપંચ મહિલા ઓ આગળ વધે અને જાતે વહીવટ કરે તેવુ માર્ગદર્શન પણ આપી ગયા પરતું સરકારી કર્મચારીઓ આમ જનતા નું કામ કરતા ન હોય
મહિલા સરપંચ જાતે બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો બદલી કરો બદલી કરો તલાટી ની બદલી કરો ના સુત્રોચાર કરી તાલુકા પંચાયત ગજવી નાખી હતી.હવે આ ફક્ત એક સરપંચ મહિલા નો આવાઝ તંત્ર સાંભળે છે કે નય તે જોવું રહ્યું .
ગ્રામજનો નો પ્રશ્ન હલ નય થાય તો ગ્રામ પંચાયત ને તાળાં મારી દેવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *