સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા.૦૭/૧૧/૨૦૨૨નાં પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના કચ્છ જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ જામનગર જિલ્લામાં કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે.
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ કેરોસીન વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ.પૈસા અને છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ.પૈસા જામનગર તાલુકામાં અનુક્રમે ૮૧૩૦૩.૭૫ અને ૮૨.૩૫, લાલપુર તાલુકામાં અનુક્રમે ૮૧૬૩૭.૨૩ અને ૮૨.૭૦, ધ્રોલ તાલુકામાં અનુક્રમે ૮૦૯૭૦.૨૭ અને ૮૨, જોડિયા તાલુકામાં અનુક્રમે ૮૦૮૪૫.૨૧ અને ૮૧.૯૦, કાલાવડ તાલુકામાં અનુક્રમે ૮૧૩૮૭.૧૨ અને ૮૨.૪૫ તેમજ જામજોધપુર તાલુકામાં અનુક્રમે ૮૧૯૭૦.૭૧ અને ૮૩- આ ભાવ નિયત કરવામાં આવેલ છે, જેની જાહેર જનતા તથા સંબંધિતશ્રીઓએ નોંધ લેવી.
ઉપરોક્ત નિયત થયેલ ભાવથી વધુ ભાવે વેંચાણ કરનાર એજન્ટ, જથ્થાબંધ કે છૂટક વિક્રેતા અને વ્યાજબી ભાવના દુકાનદાર સામે ‘ઘી કેરોસીન બાબત હુકમ-૧૯૯૩ની કલમ ૪(૧)સી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ આદેશ-૧૯૮૧ની કલમ-૨૨ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩ના ભંગ બદલ શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જામનગર જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
