Gujarat

જામનગર પોલીસવડા અને પાલિકા કમિશ્નર વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ

જામનગર
જામનગર શહેરમાં લાંબા સમય બાદ જિલ્લા પોલીસ વડા અને મહાનગરપાલિકાના કમિશ્નર વચ્ચે એક કલાકની શુભેચ્છા મુલાકાત થઈ છે. જેથી નાગરિકોને પણ સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી આશા દેખાઈ રહી છે. આગામી સમયમાં શહેરની સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ મુલાકાત કરશે અને શહેરની સમસ્યાના નિવારણ માટે પ્રયાસ કરે તેવા સંકેતો પણ મળ્યા છે.જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ મહાનગરપાલિકાના કમિશ્નર સાથે એક કલાકથી વધુ સમયની શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં નાગરિકોની વિવિધ સમસ્યાઓને લઈને ચર્ચાઓ કરી હતી. જ્યારે કમિશ્નર અને એસપીની મુલાકાત થતાં શહેરમાં પણ આગામી સમયમાં ટ્રાફિક અને રખડતા ઢોર તેમજ અન્ય સમસ્યાનો ઉકેલ આવવાની શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *