Gujarat

જામનગરના એક ગામમાં યુવાન હત્યાના મામલામાં પોલીસે આરોપી ઝડપાયો

જામનગર
જામનગર નજીકના મોરકંડા ગામે શુક્રવારે મોડી રાત્રે એક કોળી યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપી પોલીસમાં મૃતક અંગેની બાતમી આપતો હોવાની શંકાના આધારે મૃતક અને તેના મિત્રોને આરોપી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ પીઠ પાછળથી કોસ વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતુ. આ પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જામનગર નજીકના મોરકંડા ગામે હત્યાનો બનાવ સામે આવતા નાના એવા ગામમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે જામનગરમાં રહેતા મંજુબેન દિલીપભાઈ સોલંકીએ પંચકોશ બી ડિવિઝન પોલીસ દફતરમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાનાથી અલગ રહેતા પુત્ર સુરેશ ઉર્ફે ગડો દિલીપભાઈ ઉવ ૨૪ અને તેના મિત્રો શુક્રવારે રાત્રે ગામમાં ઊભા હતા, ત્યારે આરોપી મિલન રમેશ સીતાપરા ત્યાં આવી પહોંચ્યો હતો. મોરકંડા ગામે પોલીસના દરોડા પડે છે તેની બાતમી મિલન આપતો હોવાની વાતને લઈને મિલન અને સુરેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપી મિલન પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને ઘરેથી લોખંડની કોસ લઈ આવી બજારમાં ઉભેલા સુરેશ પર પાછળથી હુમલો કર્યો હતો. લોખંડની કોસનો એક ઘા માથાના ભાગે ફટકારી મિલને સુરેશને પાડી દીધો હતો. ત્યારબાદ ઉપરા ઉપરી માથાના ભાગે તથા દાઢી ગરદનના ભાગે ઘા કરતા સુરેશની ખોપડી ફાટી ગઈ હતી. આ ઘટના સમયે સુરેશના મિત્રો બચાવવા દોડી આવતા આરોપી મિલન નાસી ગયો હતો. મૃતક સુરેશના મિત્ર સન્નીએ સુરેશના ભાઈને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જેના પગલે મૃતકના માતા-પિતા અને તેનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આરોપીને પોલીસે ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *