ગિરગઢડા
ભરત ગંગદેવ…
11 માં રુદ્ર એવા હનુમાનજીની કૃપા માટે યોજાયેલા હોમાત્મક યજ્ઞમાં બેસશે ક્રાઈમ ઇન્ટરનેશનલ ડાયરી અને ક્રાઈમ જ્યોત ( ન્યૂઝ પેપર ) ના એડિટર તંત્રી શ્રી તેજેન્દ્રસિંહ એસ જાડેજા : જાહેર જનતાને લાભ લેવા જાહેર નિયમંત્રણ
લીમડા લાઈન વેપારી એસોસિએશન તરફથી આગામી તા : 16,04,22 ને શનિવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું છે જેમાં હોમાત્મક મારુતિ યજ્ઞ ( સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ) બીડું હોમવાનો સમય ( બોપોરે 01:30 વાગ્યે ) બટુક ભોજન ( બોપોરે 1 વાગ્યે ) આમંત્રીતોને પ્રસાદ ( બોપોરે 1 થી 3 દરમિયાન ) અન્નકોટ દર્શન ( સાંજે 5 થી 10 દરમિયાન ) સત્યનારાયણ ભગવાનની કથા ( સાંજે 5 : 30 વાગ્યે ) તેમજ મહા આરતી ( સાંજે 08:30 વાગ્યે ) રાખવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે લીમડા લાઈન વેપારી એસોસિએશન દ્વારા ( ચેત્ર સુદ પૂનમ ) ના રોજ યોજાયેલા મારુતિ નંદનના આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં હવનનું જે આયોજન કરાયું છે તેમાં ક્રાઈમ ઇન્ટરનેશનલ ડાયરી અને ક્રાઈમ જ્યોત ( ન્યૂઝ પેપર ) ના એડિટર, તંત્રી તેજેન્દ્રસિંહ એસ જાડેજા હવનમાં બેસવાના છે 11 માં રુદ્ર એવા હનુમંતની કૃપા માટે યોજેલા હોમાત્મક યજ્ઞમાં સર્વે ધર્મપ્રેમી વેપારી મિત્રોને ઉપસ્થિત રહેવા લીમડા લાઈન વેપારી એસોસિએશન ને અનુરોધ કર્યો છે
નોંધ : આમંત્રિત મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે


