જામનગર
જામનગર સહિત ગુજરાતનું નામ રોશન કરનારી શ્રદ્ધા ગુજરાતની પહેલી એવી છોકરી છે જેણે ૧૫૦૦ મીટર અને ૫૦૦૦ મીટર બન્ને સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હોય. શ્રદ્ધાએ વર્ષ- ૨૦૧૭ -૧૮ દરમિયાન ફ્રાન્સ ખાતે આયોજીત વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં પણ દોડની સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ રોશન કર્યું હતી.. આ ઉપરાંત શ્રદ્ધાએ રાષ્ટ્રીય, રાજ્ય અને ખેલ મહાકુંભમાં ભાગ લઈને કુલ ૨૦ જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે. જે પટેલ સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. શ્રદ્ધા હાલમાં એક્સપર્ટ કોચ કેપ્ટન રિડમલ સિંધના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહી છે. રિડમલ સિંધ અગાઉ ઇન્ડિયાની ટીમ સાથે સતત ૧૨ વર્ષ સુધી કોચિંગનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ રિટાર્યડ આર્મી મેન છે. નાના એવા ગામની વતની શ્રદ્ધા અત્યારે દાહોદના દેવગઢ બારીયા ખાતે લોન્ગ એન્ડ મીડલ ડિસ્ટન્સ એથ્લેટિક્સ એકેડમીમાં રમત-ગમતની તાલીમ લઈ રહી છે. તેમજ હાલમાં સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ ઓલમ્પિકની તૈયારી કરી રહી છે. શ્રદ્ધા હવે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટેમાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કરીને માતા-પિતાનું સમાજનું અને દેશનું નામ રોશન કરવું છે. રમત ગમત ક્ષેત્રે શ્રદ્ધા નામના મેળવે અને પોતાના ધ્યેયને સિદ્ધ કરે તે માટે સમાજ દ્વારા જરુરી સપોર્ટ માર્ગદર્શન અને આર્થિક મદદ મળી રહે તો શ્રદ્ધા આગામી સમયમાં ભારત દેશનું અને સમાજનું નામ રોશન કરશે તેવું નાના એવા ગામમાં ચર્ચાઈ રહ્યુ છે.ચેન્નાઈના તામિલનાડુ ખાતે તાજેતરમાં નેશનલ સિનિયર ઈન્ટર સ્ટેટ એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૫૦૦ મીટર દોડ અને ૫૦૦૦ મીટર દોડની સ્પર્ધામાં જામનગરના નાના એવા ગામની દીકરીએ બે સિલ્વર મેડલ જીતી જામનગર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. જામનગરના કાલાવડ તાલુકાના વિભાણીયા ગામની શ્રદ્ધાએ બે સિલ્વર મેડલ જીત્યા છે.


