જામનગર
જામનગરના સિકકા પાટિયા પાસે પીએસઆઈ વી. કે. ગઢવી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ વેળાએ પોલીસ ટીમે પુર્વ બાતમીના આધારે શાપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી જે વેળાએ એક બોલેરો પીકઅપ વાન પસાર થતા પોલીસે તેને રોકાવી પોલીસે તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની ૨૯૫ બોટલ મળી આવી હતી. પોલીસને આ જથ્થા સાથે લાલપુરના સીંગચના રબારીવાસ જૂની સોસાયટીવાળો સોમા દેવરાભાઈ પરમાર, દલતુંગીના માલા હીરાભાઈ આલ ઉર્ફે માલદે રબારી નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે બન્ને શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા ઉપરોકત જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોલડી ગામના મેંદુ ભાંભરા નામના શખ્સે આ જથ્થો મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી.આથી પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધી રૂ. ૧,૪૭,૫૦૦ની કિંમતનો દારૂ અને પાંચ લાખનુ વાહન, બે મોબાઇલ સહિત રૂ. ૬.૫૩ લાખની મત્તા કબજે કરી છે.ખંભાળિયા ઘોરીમાર્ગ પર શાપર પાટીયા પાસેથી પોલીસે એક બોલેરોમાં લઈ જવાતી ઇંગ્લીશ દારૂની ૨૯૫ બોટલ સાથે ત્રણ શખસોને પકડી પાડી દારૂ અને કાર સહિત રૂ.૬.૫૩ લાખનો મુદામાલ કબજે કર્યો છે.જામનગર પંથકમાં દારૂ ધુસાડવાના પ્રકરણમાં બે સ્થાનિક શખસોને દબોચી લીઘા હતા જેની પુછપરછમાં સુરેન્દ્રનગરના એક સપ્લાયરનુ નામ ખુલ્યુ છે.


