Gujarat

જામનગરમાં વર્લી મટકાનો જૂગાર રમતો શખ્સને ૩૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યો

જામનગર
જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતી હોવાની પંચકોશી બી પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો ર્નિમળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેડ કરી હતી. આ રેડ દરમિયાન રાજકોટના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતાં મીલન ચંદુ દેગામા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.૫૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ અને રૂા.૧૨,૭૨૦ ની રોકડ રકમ તથા ૨૦ હજારની કિંમતનું જીજે-૦૩-કેએસ-૧૫૮૦ નંબરના એક્ટિવા સહિત કુલ રૂા.૩૭,૭૨૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જૂગાર રમતા રાજકોટના શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે રેડ દરમિયાન રૂા.૧૨,૭૨૦ ની રોકડ રકમ અને એક્ટિવા સહિત રૂા.૩૭,૭૨૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં અન્ય ૧૪ શખ્સોના પણ નામ ખુલતા પોલીસે કુલ ૧૫ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *