ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા શીર્ષ અધિકારીઓ સાથે ગીર સોમનાથ જિલ્લાના ઇવીએમ વીવીપેટના સંગ્રહ માટેના સમર્પિત વેરહાઉસનું ત્રિમાસિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પારદર્શક અને ન્યાયપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજવા માટેના આધુનિક ઉપકરણોની જાળવણી અને સુરક્ષા માટે ઇણાજ ખાતે જિલ્લા કલેકટર કચેરી નજીક જ ઇવીએમ વેરહાઉસનું નિર્માણ કરાયું છે. સંપૂર્ણ સુરક્ષાથી સજજ આ વેરહાઉસની જિલ્લા કલેકટર દ્વારા નિયમિત પણે ચકાસણી કરવામાં આવે છે. ત્યારે કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા આ વેરાહાઉસની મુલાકાત લેવામાં આવી હતી તેમજ તથા વેરહાઉસ જાળવણી સંબંધે કલેકટર એ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.


