સાવરકુંડલા, બગસરા, રાજુલા અને જાફરાબાદ નગરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી
પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે સોશ્યલ મીડિયા મારફત શ્રી કૌશિક વેકરિયાની તિરંગા યાત્રાને વધાવીને અભિનંદન પાઠવ્યા
ભારત વર્ષ આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જગતભરમાં તિરંગાનું માન સન્માન વધ્યું છે. તિરંગો એ આપણું સ્વાભિમાન છે. પ્રત્યેક ભારતીય પોતાના ઘરે, પોતાના કામના સ્થળે ગૌરવભેર તિરંગો લહેરાવી શકે એ માટે ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા તિરંગાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી પ્રત્યેક વ્યક્તિ સન્માન સાથે તિરંગો લહેરાવી શકે.
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જે અભિયાન અંર્તગત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલીના વિવિધ નગરોમાં ભવ્યાતિભવ્ય રીતે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કુંડલા તાલુકાના ગિરધરવાવ, કુંડલા શહેર, બગસરાના મોટા મુંજીયાસર, જાફરાબાદ શહેર અને રાજુલા શહેરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, સંગઠન પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


