જામનગર જિલ્લાના તમામ ખેડૂતો ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં બાગાયત વિભાગ દ્વારા કાર્યરત મસાલા પાક વાવેતર સહાય યોજના અંતર્ગત લાભો મેળવી શકે છે.
તેથી, જે ખેડૂતોની મસાલા પાક ઘટકની અરજી ‘આઈ ખેડૂત‘ પોર્ટલમાં મંજુર થયેલી હોય, તો તેઓએ પોતાની અરજી અને જરૂરી સાધનિક કાગળો સહિત આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચરી, જિલ્લા સેવા સદન- ૦૪, પહેલો માળ, રૂમ નં.૪૮ સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત, ખેડૂતોએ તેમના લગત તાલુકા બાગાયત અધિકારીશ્રીને પણ પોતાની અરજી જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક સાધી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
