Gujarat

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ લાઇન સર્વિસ “૧૦૯૮” દીવ દ્વારા   બાળકો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી    

 ગિરગઢડા
     ભરત ગંગદેવ.
  જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડલાઈન સર્વિસ દીવ દ્વારા  બાળકો સાથે પ્રજાસત્તાક દિનની  ઉજવણી સાથે ઓપન હાઉસ કરવામાં આવ્યું.જેમાં અતિથિ તરીકે વિભાબેન શાહ, કિરીટભાઈ શાહ,જાનવીબેન શાહ,હેમાબેન હાજરી આપી. જેમાં કાર્યક્રમની થીમ વેશભૂષા પ્રદર્શન હતું જેમાં બાળકોએ વિવિધ પ્રકારના પોશાક પહેરી ને દરેક પોશાકનું આપણી સંસ્કૃતિ સાથેનું મહત્વ સમજાવવામાં આવ્યું  તથા દેશના સ્વતંત્ર સેનાનીઓ ,ડોક્ટર, પોલીસ, આર્મી,  તથા સાંસ્કૃતિક પોશાકો પહેરી આ દિન ની વિશેષ ઉજવણી કરેલી જેમાં પોશાકને લગતા તમામ પાત્રોનું સમાજમાં મહત્વ તથા તેની સેવો વિશે બાળકોને અવગત કરેલ જેમાં 3 વર્ષથી ૧૮ વર્ષ સુધીના દીવના સલ્મ વિસ્તાર તથા દિવની આજુ બાજુના વિસ્તારના તથા દીવ ગ્રામ્ય વિસ્તારના કુલ ૨૧ બાળકોએ ભાગ લીધો જેમાં  તમામ બાળકોને આ પાવન અવસર  પર મ્યુઝિક,ગરબા વિવિધ રમતો રમાડવામાં આવી તથા તમામ બાળકોને તથા તેના પરિવાર જનો ને નાસ્તો કરાવવામાં આવ્યો જેમાં કોવિડ-૧૯ની તમામ શરતોનું પાલન કરવામાં આવ્યું. બાળકોના માતાપિતા ને બાળકોના લાગતી મુંજવણ અંગે પ્રશ્ન હોય જેવી અન્ય  તમામ બાબતો માટે ૧૦૯૮ ઉપર કોલ કરવાથી બાળકને મદદરૂપ થાય છે તથા બાળકોના હિતો,અધિકારો અને રક્ષણ માટે સમજૂતિ આપેલી જેમાં તમામ બાળકો તથા વાલી તથા સહ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા સમસ્ત કાર્યક્રમનું આયોજન ચાઈલ્ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્ટર આરીફભાઈ ચાવડાના તથા કો-ઓર્ડીનેટર તનવીર એસ.ચાવડા ના માર્ગદર્શનથી કાર્યક્રમને સફળ બનાવવા ટિમ મેમ્બર હર્ષા બેન શાહ અને વોલન્ટિયર કુલદીપભાઇ   ચૌહાણ, અંજનાબેન યાસીન,  તથા સામાજીક કાર્યકર્તા  અમરીશભાઈ શાહ વિનયબેન શાહએ જહેમત ઉઠાવી…

IMG-20220127-WA0457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *