Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગ્રીન હાઉસ/નેટ હાઉસ ખેતી પધ્ધતિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસનો ગ્રીન હાઉસ/નેટ હાઉસ ખેતી પધ્ધતિ તાલીમ કાર્યક્રમનું આયોજન તા. ૦૧/૦૮/૨૦૨૨થી તા. ૧૭/૦૮/૨૦૨૨થી કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ ૪૫ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધેલ છે. આ તાલીમનું ઉદ્ઘાટન કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી પ્રો. નરેન્દ્રકુમાર ગોંટીયાએ જણાવ્યું કે, ધાન્ય પાકો, કઠોળ પાકો, રોકડિયા પાકો, તેલીબીયા પાકો, મરી મસાલા પાકો વગેરેની સાથે શાકભાજી અને ફળ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. તે સાથે આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકોએ રક્ષિત ખેતીની ભેટ ધરી છે. તેથી આજે ગ્રીન હાઉસ/નેટ હાઉસ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહિ પણ અગાઉની સરખામણીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવકઆપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે.

આ ઉપરાંત ગ્રીન હાઉસ/ નેટ હાઉસમાં પ્લાસ્ટીક અથવા નેટથી તેમજ અન્ય સાધનોથી પાકને અનુકુળ હોય તેવું તાપમાન, પ્રકાશ, પાણી, ભેજ નિયંત્રિત કરીને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો કેવી રીતે આપી શકાય તેની સમજ આપેલ હતી.રાજ્ય સરકારે પણહોર્ટીકલ્ચર મિશન અંતર્ગતગ્રીન હાઉસ/નેટ હાઉસ પાકોની ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. જેથી ગુજરાતના વધુને વધુ લોકો રક્ષિત ખેતી કરતા થયા છે.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.એમ. ગાજીપરાએ, ગ્રીન હાઉસ/ નેટ હાઉસની તાલીમની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવેલ કે, હાલના જુદી જુદી પર્યાવરણીય સમસ્યાઓ થી બચવા ખેડૂતોને ગ્રીન હાઉસ/ નેટ હાઉસનો ઉપયોગ કરીને ફૂલો, શાકભાજી અને ઔષધિય પાકોની ખેતી કરી સારૂ ઉત્પાદન અને આવક મેળવી શકે.

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી એચ.સી. ઉસદડીયાએ હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશે માહિતી આપેલ અને આ પ્રકારની તાલીમ લઇ તાલીમાર્થીઓને પોતાના ગ્રીન હાઉસ/નેટ હાઉસને વૈજ્ઞાનિક ઢબે કાર્યરત રાખવા માર્ગદર્શન આપેલ જેથી તેમાંથી સારી આવક મેળવી શકાય.આ તાલીમ કાર્યક્રમ ઉપરાંત સરકારશ્રીની વિવિધ બાગાયત ખાતાની યોજનાઓ વિષે માહિતી આપેલ.

આ તાલીમ કાર્યક્રમમાં ૧૫ દિવસ સુધી જુદા જુદા વિષયના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે તેમજગ્રીન હાઉસ/નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતોની મુલાકાત તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢના વિવિધ વિભાગોનીમુલાકાત સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ તાલીમાર્થીઓને આપવામાં આવશે.

આ તાલીમ કાર્યક્રમનું સંચાલન ડો. વાય.એચ. ઘેલાણી,સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એચ. સી. છોડવડીયા, સહ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીતેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી

01-AUGUST-2022-GREEN-HOUSE-TRAINING-07.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *