આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. ૧૩ ઓગષ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજવાનું છે .જે અંતર્ગત જનજાગૃતિ માટે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ જૂનાગઢમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તા.૧૧ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ થી૧૧:૩૦ દરમ્યાન સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે તિરંગા યાત્રા સમારોહ યોજાશે .જેમાં પોલીસ બેન્ડ ,હોમગાર્ડઝ ,પોલીસ જવાનો એન એસ એસ એનસીસી રમતના કોચ , ટ્રેનરો, યોગકોચ તમામ મહાનગરપાલિકાના સ્ટાફ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિક કલાકારો પોતાના નિયત સ્થળેથી સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ સુધી તિરંગા સાથે હર ઘર તિરંગા યાત્રા નીકળશે .આ તિરંગા યાત્રામાં જૂનાગઢ જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે . યાત્રા બાદ દેશભક્તિના ગીતો આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે યોજાય છે. જેમાં હર ઘર તિરંગા ના ગીતનો લોન્ચિંગ તથા સંકલ્પ પત્રનો વાંચન કરવામાં આવશે. ત્યારબાદ દેશભક્તિ અને દેશ પ્રેમ ના ગીતો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થાનિક કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા જૂનાગઢની દરેક જનતાને હાર્દિક નિમંત્રણ જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા પાઠવવામાં આવ્યું છે.
