સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ હેઠળ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૭૩મો વન મહોત્સવ કાર્યક્રમ તારીખ ૨૯ ઓગસ્ટના યોજાશે.
૭૩ માં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત ધનિષ્ટ વાવેતર ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૭૩ માં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ તારીખ ૨૯ ઓગસ્ટના સવારે ૯-૦૦ કલાકે શ્રી ગૈાડ મેડતવાડ બ્રહ્મ સમાજની વાડી ગંગા નગર, નીલ એવન્યુ હાઈટ્સની બાજુમાં, મધુરમ રોડ જૂનાગઢ ખાતે યોજાશે.
આ સમારંભ જૂનાગઢ નાયબ કલેક્ટર શ્રી બી.બી. કેશવાલાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મુક્તાબેન પરમાર, ગૈાડ મેડતવાડ બ્રહમ સમાજ,જૂનાગઢ પ્રમુખ શ્રી નવીનભાઈ ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા જૂનાગઢ મામલતદાર શ્રી, સામાજિક વનીકરણ રેન્જ – રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
