Gujarat

જૂનાગઢ રોજગાર રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમ યોજવામાં આવશે

અગ્નિપથ યોજના અન્વયે જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવનાર છે.

જૂનાગઢ જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરી શકે તે હેતુસર આગામી તા.૨૦ ઓક્ટોબર  થી તા. ૧૨ નવેમ્બર દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર અગ્નિપથ યોજના  અન્વયે થલસેનામાં ભરતી યોજાનાર છે.

આ ભરતીમાં જોડાવા ઈચ્છુક યુવાનોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે ધનિષ્ઠ તાલીમ હેતુ કચેરી દ્વારા આગામી સમયમાં સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગ  જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા આયોજિત કરવામાં આવનાર છે. જેમાં જોડાવા માટે કચેરી ખાતેથી કોઈપણ પ્રકારના અરજી પત્રક મેળવવાના કે ભરવાના થતા નથી. તેમજ અન્ય કોઈપણ દસ્તાવેજો જિલ્લા રોજગાર વિનિમય કચેરીને રૂબરૂમાં કે ટપાલ મારફત મોકલવાના થતા નથી.

આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક યુવાનોને પસંદગી હેતુસર અત્રેની સ્થળે નિર્ધારિત થયેલી પ્રચાર માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે. જેમાં દર્શાવ્યા મુજબની વિગતો સાથે ઉપસ્થિત થવાનું રહેશે. વધુમાં નિવાસી તાલીમ વર્ગ સંબંધીત માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦  પર સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *