Gujarat

જૂનાગઢમાં ગાય રસ્તા પર જનાર બાઈક પર અચાનક કૂદતા અકસ્માત નડ્યો

જૂનાગઢ
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બે બાઇકસવાર નીકળી રહ્યા હતા, ત્યારે દીવાલ પર ઊભેલી ગાય અચાનક નીચે પડી હતી. ગાય પડતાં બંને બાઇકચાલક નીચે પટકાયા હતા, જેમને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં નવાઈની વાત એ છે કે જ્યારે ઘટના બની ત્યારે જ કેમેરામાં કેદ થઈ છે. મતલબ કે જૂનાગઢની જનતા પણ હવે રખડતાં ઢોરોના ત્રાસને જાણી ગઈ છે. ઈજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે કે જાે કોઈ જાનહાનિ થઈ હોત તો આ મામલે જવાબદાર કોણ હોત? શહેરમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા અને દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધતાં શહેરીજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં પણ કંઈક આવી જ ઘટના કેમેરામાં કેદ થઈ છે. બે બાઇકસવાર પોતાની ધૂનમાં જતા હતા અને અચાનક જ દીવાલ પરથી માથે ગાય પડી હતી. જાેકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *