Gujarat

વડોદરામાં કોમી છમકલાના સીસીટીવી આવતા ૧૩ની ધરપકડ કરાઈ

વડોદરા
૩૧ ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. વડોદરા શહેરનાં મોટા ગણેશમંડળો દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે તૈયાર કરેલા પંડાલોમાં લઇ જઇ રહ્યા છે. રાત્રે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેના ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે પંડાલ તરફ આવી રહ્યા હતા. દરમિયાન અત્યંત સંવદેનશીલ મનાતા પાણીગેટ દરવાજા પાસે એકાએક શાંતિમાં પલીતો ચંપાયો હતો. એકાએક પથ્થર મારો થતાં શ્રીજીની સવારીમાં લોકોમાં જાેડાયેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાંક તોફાની તત્ત્વ દ્વારા પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદ પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. ઉપરાંત રોડ ઉપર પાર્ક કરેલી કારના પણ કાચ તોડી નાખ્યા હતા. એ સાથે રસ્તા પર ઊભેલી ખાણી-પીણીની લારીઓને ઊંધી પાડી દીધી હતી. મોડી રાત્રે પાણીગેટ દરવાજા પાસે બનેલી આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સિટી અને પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. એ સાથે ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શાંતિને ડહોળનાર તત્ત્વોને અંકુશમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવને પગલે ટોળાં પણ રોડ ઉપર આવી પહોંચ્યાં હતાં અને પોલીસ અધિકારીઓને રજૂઆતો કરી હતી. જાેકે પોલીસે મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં બનાવને ડામી દીધો હતો અને ટોળાંને બળનો ઉપયોગ તેમજ સમજાવટથી વિખેરી નાખ્યાં હતાં. રાત્રે બનેલા આ બનાવના પડઘા શહેરના અન્ય વિસ્તારોમાં ન પડે એ માટે શહેર પોલીસતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દીધું હતું. જાેકે પાણીગેટ વિસ્તારમાં બનેલા આ બનાવના અન્ય વિસ્તારોમાં કોઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા નહોતા. પોલીસે શહેરમાં શાંતિ જળવાઇ રહે એ માટે જ રાત્રે જ શ્રીજીની સવારીમાં જાેડાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતી ૧૩ વ્યક્તિ તેમજ બંને કોમના ૩૦ લોકોનાં ટોળાં સામે પાણીગેટ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એસ. ડામોરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ૧૩ આરોપીની મોડી રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. રાત્રે પાણીગેટ દરવાજા પાસે થયેલાં કોમી છમકલાં બાદ શહેર પોલીસતંત્ર દ્વારા પાણીગેટ તેમજ સિટી પોલીસ મથકની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ બાદ સંવદેનશીલ વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. સમગ્ર શહેરમાં પાણીગેટમાં થયેલાં કોમી છમકલાંને લઈને ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. જાેકે આ બનાવના અન્ય કોઇ વિસ્તારમાં કોઇ પ્રત્યાઘાત પડ્યા નહોતા. આજે સવારથી પોલીસતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત વધારી દેવા સાથે પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દીધું હતું.વડોદરાના પાણીગેટ રોડથી વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ રાત્રે જઈ રહેલી શ્રીજીની સવારી દરમિયાન કેટલાંક અસામાજિક તત્ત્વોએ શાંતિમાં પલીતો ચાંપ્યો હતો. બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદના કાચ તેમજ રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે રાત્રે ૧૩ તોફાનીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં ૩૦ લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રે બનેલા આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભાગદોડ અને પથ્થરમારાનાં દૃશ્યો જાેવા મળ્યાં છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *