જેતપુરમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ પડયો હતો.વીરપુર, કાગવડ,ખારચિયા,સરાધારપુર સહિતના ગ્રામ્ય પંથકમાં અવિરત મેઘમહેર થઈ
ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ. ભાદર-1 ડેમની ઉંડાઇ 34 ફૂટ છે ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને લીધે હાલ સપાટી 20.35 ફૂટે પહોંચી છે તેમજ 3542 ક્યુસેક પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતી.
જ્યારે જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામ પાસે આવેલ છાપરવાડી 2 જે તાલુકાના મેવાસા, કેરાળી, જાબુંડી, લુણાગરા, રબારીકા, જેપુર, નાના ભાદરા મોટા ભાદરા તેમજ મોટા ભાદરા જેવા ૧૩ ગામોના ખેડૂતોની ૩૬૫૦ હેકટર ખેતીની જમીનના સિંચાઈ માટે ઇસ 1984માં છાપરવાડી નદી પર છાપરવાડી-2 ડેમ બનાવવામાં આવ્યો હતો,આ ડેમની પાણી સંગ્રહ શક્તિ 585 એમસીએફટી ફૂટ છે ચાલુ ચોમાસાએ સારા વરસાદને કારણે હાલ ડેમમાં 2800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવતા 2800 ક્યુસેક પ્રવાહ વહી રહ્યો છે તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમા આવતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા તેવું ડેમ સાઈટ નાં ઇજનેર એમ.વી. મોવાલીયા એ જણાવ્યું હતું
હાલ ડેમમાં સારી એવી જળરાશી એકત્રીત થઈ ગઈ હતી તેમાં છેલ્લા ઘણા દિવસથી ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમનો બે દરવાજા ઓવરફ્લો થઈ જતા ડેમના પાણીને સિંચાઈ માટેના લગતના ગામોના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.


