Gujarat

જેતપુર પીઠડીયા ટોલનાકા પાસે સ્વયંભુ ગણેશજી મંદિરે ઉમટતા ભાવિક ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો

ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન, શાણપણ અને સમૃદ્ધિના દેવની ભક્તો દરેક શુભ અને મહત્વપૂર્ણ કાર્ય પહેલાં તેમની પૂજા કરે છે. ભગવાન ગણેશને 108 જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે અને તેમાંના કેટલાકમાં ગજાનન, વિનાયક અને વિઘ્નહર્તાનો સમાવેશ થાય છે ત્યારે આવો જોઈએ જેતપુર નજીક પીઠડીયા ટોલ પ્લાઝા પાસે આવેલું લંબોદર ગણપતિ મંદિર ભક્તોમાં ભારે આસ્થા અને વિશ્વાસ ધરાવે છે
શહેરથી 8 કિ.મી. દૂર જેતપુર-રાજકોટ નેશનલ હાઇ-વે પર પિઠડીયા ટોલ નાકા પાસે ૧ હજાર વર્ષ પૂર્વે જમીનમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ ગણપતિજીનું મંદિર આવેલ છે.
લબોદર ગણપતિ મહારાજ સાથે જુદી જુદી લોકવાયકાઓ જોડાયેલી છે અહીં જમીનમાં ૧ હજાર વર્ષ પૂર્વે ગાઢ જંગલ હતું અને તેમાં ખેતી કરતી વખતે ત્યારે ખેતર ખેડાણ કરતી વેળાએ હળ સાથે કોઇ પથ્થર ટકરાતા તે ખેતીમાં નડતર રૂપ પથ્થરને બહાર કાઢતાં ગણપતિની પુરા કદની મૂર્તિ નિકળેલ. જેથી ખેડૂતે પોતાની ખેતીની જમીનમાં ગણેશનું મંદિર બનાવેલ અને તેનું નામ લંબોદર ગણપતિ રાખેલ અને આ મંદિરના નિર્માણ અંગે પુરાતન ખાતાએ પણ શોધ-સંશોધન કરેલ જેમાં આ મંદિર મહારાણી મિનળદેવીના સમયનું છે અને તેઓએ જ મંદિરનું બાંધકામ કરાવેલ છે.
મંદિર થી 5 કિ.મી. દૂર વીરપુર  આવેલ છે મિનળવાવ જે પણ મિનળદેવીએ જ બંધાવેલ તેનું સ્થાપત્ય આ મંદિરને મળતું આવે છે. અને બીજી લોકવાયકાઓ મુજબ ગોંડલના રાજવી સર ભગવતસિંહજી, પિઠડીયા સ્ટેટના મુળુ વાળા અને ચાંપરાજ વાળા જેવા રાજવીઓએ આ લંબોદર ગણપતિ પર અતૂટ શ્રધ્ધા હતી જેને કારણે ભગવતસિંહજી પ્રથમ સ્મરણીય ગણપતિ એટલે કે લંબોદર ગણપતિની પોતે કરેલા રેલ્વે ઓવર બ્રીજ તેમજ રેલ્વે સ્ટેશનના ખાતમુર્હુત માટે પૂજાવિધી કરવા જતા હતા.
હાલ વિકસતા જમાનામાં ગાઢ જંગલમાં સ્વયંભુ પ્રગટ થયેલા આ લંબોદર ગણપતિ મંદિર પાસેથી જેતપુર-રાજકોટ નેશનલ હાઇ-વે નિકળતા આ મંદિર પ્રાઇમ લોકેશન પર આવી ગયું અને વધારામાં મંદિરની બાજુમાં જ પિઠડીયા ટોલનાકું બનતા આ મંદિરે દર મંગળવારે શ્રધ્ધાળુઓનો મેળો ભરાય છે અને તેમાંય હાલમાં આવી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન આ મંદિરે દરરોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને બાપામાં અતૂટ શ્રધ્ધા ધરાવતા શ્રધ્ધાળુઓની દરેક મનોકામના આ મંદિર પૂરી થતી હોવાનું પણ શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે અને લંબોદર ગણપતિબાપા પર ખૂબ આસ્થા ધરાવે છે.

IMG-20220830-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *