જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં ૩ ઇંચ જેટલો વરસાદ.
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં શ્રાવણના સરવડા બાદ આજે વરસાદ વરસી પાડયો હતો. ત્યારે આજે સવારથી અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જેતપુર શહેરનાં રોડ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.
હવામાન વિભાગ વરસાદની આગાહી કરવામાં આવી છે એ વચ્ચે. આજ સવારથી જ વાદળ છાયા વાતાવરણ બાદ જેતપુર,પેઢલા નવીસાકળી સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો..જેતપુરનાં આસપાસના ગામડાઓમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા હતા.
ચાલુ વર્ષાઋતુની સીઝનમાં આજે બીજી વાર વરસાદ હેતભરીને વરસ્યો હતો .આજે વ્હેલી સવારે શરૂ થયેલ વરસાદ થોડીવારમાં મુશળધારમાં પરિવર્તિત થઈ જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતાં . જનતા નગર વિસ્તારમાંથી નીકળતો વોકળો કે જેમાં જેતલસર સુધીનું પાણી આવે છે તે વોકળો તેની સીમા રેખા ઓળંગી અને ટાકુડી પરા ચોક તેમજ જનતા નગર મેઈન રોડ પર પાણી આવી ગયું હતું . અને વોકળોનું પાણી રસ્તા સાથે સમથળ થઈ ગયું હતું . જ્યારે બાવાવાળા પરાના વોકળા કાંઠાના વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયા હતા . વરસાદે વિરામ લેતા રસ્તા પર વોકળાના પાણી સાથે આવેલ કચરો જ કચરો નજરે પડતો હતો
જેતપુર શહેરના મુખ્ય માર્કેટ એમ જી રોડ, કણકિયા પ્લોટ વિસ્તારના મુખ્ય રોડ પર પાણી ભરાયા હતા જેતપુર નવાગઢ નગરપાલિકાની પ્રીમન્સુનની કામગીરીની પોલ ખોલી હતી
બીજી તરફ જેતપુરનાં નવાગઢમાં ઈદગાહ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિક લોકોનાં ઘરમાં પાણી ફરી વળ્યા હતા ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો હતો જેના પગલે લોકોએ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે ખીરસરા નદીમાં ઘોડાપુર વાહન વ્યવહાર ખોરવાયો
અમરનગર ગામ સહિતનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ ખીરસરા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર ખીરસરાથી વાડસડા ગામ જવાનો રસ્તો બંધ થયો હોવાથી ખીરસરા રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો ખાસ કરીને જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો . જેમાં ખીરસરા , વાડસડા , સ્ટેશન વાવડી , અમરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર પણ આવ્યું હતું . જેથી ખીરસરાથી વાડસડા જવાનો રસ્તો બંધ થયો હતો .ખીરસરા થી વાડસડા જવાનો રસ્તો બંધ કરાતા વાહન વ્યવહાર ખોરવાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નદી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા


