Gujarat

જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ શિવકૃપા-2 સોસાયટીની મહિલાઓનો રોડ રસ્તાની સુવિધા  માટે વિરોધ. મહિલાઓએ નગરપાલિકા હાય હાયનાં લગાવ્યા નારા.

જેતપુરના ધોરાજી રોડ નજીક આવેલ શિવકૃપા -2 સોસાયટી વિસ્તારના લોકોનો રોડ રસ્તાને  જેવી બાબતોને લઈને રોષ આજે ચરમસીમાએ પોહોંચ્યો હતો.આ વિસ્તારના લોકોએ આજે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા માટે  નગરપાલિકા રજૂઆત કરવામાં માટે પહોચ્યા હતા પ્રાથમિક નગરપાલિકા દ્વારા સુવિધા ન મળતી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે.
જેતપુરના ધોરાજી રોડ નજીક આવેલ શિવકૃપા -2 સોસાયટી માં વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી તેમજ પસાર થવામાં મુશ્કેલીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્તા સુવિધાઓ માટે મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ વિસ્તારમાં   નગરપાલિકાને નિયમિત રીતે તમામ વેરો ભરે છે. પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તો કરવામાં સતાધીશો ઠાગાઠૈયા કરતા હોઈ. તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશતા જ જાણે કે કોઈ પછાત અને અવિકસિત વિસ્તારમાં આવી પહોંચ્યા હોય તેવું લાગે.
 આ વિસ્તારના લોકોની હાલત ઉપર તરસ આવે તે ચોક્કસ છે. કારણ એક જયારે બીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલવવામાં આવે તો અમ્બુયુલન્સ અને સરકારની ૧૦૮ ની સેવા પણ અહીં પોહોચતી નથી. રોડ રસ્તાની હાલત તો જાે કોઈ પ્રસૂતાને આ રોડ ઉપરથી લઈ જવામાં આવે તો બાળકનો જન્મ રસ્તામાંજ થઇ જાય તેવી છે.
આ બાબતે આ વિસ્તારમાં રહેતી સ્થાનિક મહિલા મધુબેન ભડેલીયાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી નગરપાલિકા, ધારાસભ્ય સહિતના લોકોને અવારનવાર રજૂઆતો કરવાં આવી છે પરંતુ કોઈ જાતનું કામ અહીં થયું નથી અને જેમનું તેમ જ છે  જેથી આ વિસ્તારમાં રહેતી  મહિલાઓમાં રોષ આજે ચરમ સીમાએ પહોંચી ગયો હતો. ચોમાસુ હોઈ રોડ રસ્તા  બનાવવામાં નાં આવેલ હોઈ જેને લઇને તંત્રને અને ધારાસભ્યને અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ કામ નહિ થતા સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકા એ પહોંચ્યા હતા નગરપાલિકા હાય હાયનાં નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોતાની કોઈ વાત ધારાસભ્ય,નગરપાલિકા અને તંત્ર સંભાળતું ન હોય જેથી રજૂઆત કરી, પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી
મહિલાઓના રોડ રસ્તાનાં આક્ષેપ  પ્રમાણે નગરપાલિકા નાં ચીફ ઓફિસર અશ્વિન ગઢવી ને પૂછતા જણાવ્યું હતું કે આ વિસ્તાર નગરપાલિકામાં આવતો ના હોઈ તેમજ જેતે વખતે બિનખેતી કરી પ્લોટિગ પાડનારને બનાવી આપવો પડે આમ છતાં પણ નગરપાલિકા  દ્વારા લોકોને હાલાકી ભોગવવી નાં પડે એ માટે માનવતા ની દ્રષ્ટીએ મોરામ નખાવી આપશું.

IMG-20220808-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *