Gujarat

જેતપુરના ફ્રુટ એન્ડ વેજીટેબલ યાર્ડને વિઠ્ઠલભાઈ રાદડિયાના નામ સાથે જોડવાનો નિર્ણય: યાર્ડની મળેલી સામાન્ય સભામાં ઠરાવ

જેતપુરના ફ્રુટ એન્ડ વેજીટેબલ યાર્ડને વિઠ્ઠલભાઈ રાદડિયાના નામ સાથે જોડવાનો નિર્ણય: યાર્ડની મળેલી સામાન્ય સભામાં ઠરાવ

જેતપુર માર્કેટ યાર્ડના નવનીયુક્ત બોર્ડ દ્વારા તાજેતરમાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં જેતપુર માર્કેટ યાર્ડ સંચાલીત ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ યાર્ડને “વિઠ્ઠલભાઇ રાદડીયા ફ્રુટ એન્ડ વેજીટેબલ વિભાગ માર્કેટ યાર્ડ” તરીકે નામકરણ કરવાનો સહકારીક્ષેત્રમાં ઐતિહાસીક નિર્ણય કરી ઠરાવ કરવામાં આવેલ હતો.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જેતપુરના નવનીયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા ચેરમેન જયંતીલાલ હિરપરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

જેમાં ઉપસ્થિત વા.ચેરમેન હરેશકુમાર ગઢીયા, (પૂર્વ ચેરમેન દિનેશભાઇ ભુવા તથા તમામ બોર્ડ ઓફ ડિરેકટરની હાજરીમાં યાર્ડના વિકાસને લગતા મહત્વના ખેડૂતલક્ષી નિર્ણયો લેવાયેલ. કર્મચારીઓને પણ વાર્ષિક ઇજાફો મંજુર કરી તેઓને રેગ્યુલર યાર્ડના વિકાસમાં ધ્યાન આપવા સુચના આપવામાં આવેલ. આ સામાન્ય સભામાં પૂર્વ ચેરમેન દિનેશભાઇ ભુવાએ જેતપુર માર્કેટ યાર્ડ સંચાલીત ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ યાર્ડને ” વિઠ્ઠલભાઇ રાદડીયા ફ્રુટ એન્ડ વેજીટેબલ વિભાગ માર્કેટ યાર્ડ” તરીકે કાયમી નામકરણ કરવાનો પત્ર પ્રમુખ સ્થાનેથી મંજુર કરવા લાગણી દર્શાવેલ.
ઉપરોકત આવેલ પત્રને સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી વંચાણે લઈ સદરહું વા.ચેરમેન તથા તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સે આ મંજુર કરવા લાગણી દર્શાવતા પ્રમુખ સ્થાનેથી આ ઐતિહાસીક નામકરણનો ઠરાવ કરી સહકારી દિવંગત ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવાનો ઐતિહાસીક નિર્ણય કરેલ. આ તકે ચેરમેન જયંતીલાલ હિરપરા, વા.ચેરમેન હરેશકુમાર ગઢીયા તેમજ પૂર્વ ચેરમેન દિનેશભાઇ ભુવા તેમની લાગણી દર્શાવતા જણાવેલ કે, સ્વવિઠ્ઠલભાઇ રાદડીયાએ પુરી જીંદગી તમામ સમાજના લોકો તથા ખેડૂતો માટે સમર્પિત કરેલ અને શિક્ષણક્ષેત્ર, દરેક જ્ઞાતીના સમૂહ લગ્ન, સમાજ ભવનો, ખેડૂતોના પાક, પાણી, રોડ રસ્તા, ગ્રામ્ય વિસ્તારના કામકાજો, ખેતીને લગતા તમામ કામકાજો ધિરાણથી લઈ સહકારી ક્ષેત્રથી લઈ તમામ સામાજીક ક્ષેત્રોમાં પુરતુ યોગદાન આપેલ છે
જે અવિસ્મરણીય છે. તોઓની યાદગીરી કાયમ રહે તેમજ તેમાંથી ભાવી પેઢીને પ્રેરણા મળે અને એ લોકો પણ ખેડૂતો અને આમ જનતા માટે પોતાના જીવનનો મહત્વનો હિસ્સો આપે અને સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી લાગણી દર્શાવેલ જેને તમામ બોર્ડ ઓફ ડિરેકટરો દ્વારા તથા કર્મચારી ગણ વધાવી લેવામાં આવેલ. આગામી દિવસોમાં કોરોના કાળ સમાપ્ત થયે “વિઠ્ઠલભાઇ રાદડીયા ફ્રુટ એન્ડ વેજીટેબલ વિભાગ માર્કેટ યાર્ડ” ની નામાકરણ વીધી રાજયભરના આગેવાનો તથા ખેડૂતોની બહોળી હાજરીમાં વિધિવત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220118-WA0174.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *