અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.
જેતપુરના બોરડી સમઢિયાળામાં રહેતા એક યુવાને પોતાના ઘરે બારણું બંધ કરી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીના અંત લાવી દીધો છે.અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે બોરડી સમઢિયાળા ગામમાં રહેતા જાદવ હરેશભાઈ (એનું.જાતિ) નો પુત્ર જાદવ વિશાલએ ગઇ કાલે રાત્રે પોતાના ઘરે બારણું બંધ કરી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારમાં થી જાણવા મળતી વિગતો અનુસાર વિશાલનાં મોટાભાઈના લગ્ન પણ નજીક હોઈ આખરે વિશાલે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધાનું સામે આવતા આ બનાવ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જાહેર કરાયા અનુસાર મૃતક યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
હરેશ ભાલીયા જેતપુર


