જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં શુક્રવારે રાત્રે પિયત કરી રહેલ ખેડૂત ઠંડીથી ઠુંઠવાઇ જતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ખેડૂત રવજીભાઈ હીરાભાઈ બુટાણી (ઉ.મ.55) નામના આધેડ શુક્રવારે રાત્રે ગામની સીમમાં કેનાલ પાસે આવેલી જમીનમાં પિયત કરવા ગયા હતા. દરમિયાન તેમના ખેતરમાં પિયત કરી રહ્યા હતા, તે દરમિયાન કાંતિલ ઠંડીના કારણે ઠુઠવાય જતા તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે ખેડૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે જેતપુર સહિત પંથકમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ જોર પકડયું છે અને રાત્રી દરમિયાન લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે
હરેશ ભાલીયા જેતપુર


